જિલ્લાનું નામ રાજકોટ
ઇતિહાસ ઇ.સ.૧૯૧૦માં વિભાજી ઠાકોરે રાજકોટની સ્થાપના કરી હતી.
સ્થાપનાનું વર્ષ ઈ.સ.૧૬૧૦
વડું મથક રાજકોટ
પૃથ્વી પર સ્થાન ભૌગોલિક ૨૧.૧૫થી ૨૨.૯૩ ઉ.અક્ષાંશ અને ૭૦.૦૫થી ૭૧.૪૯ પૂર્વ રેખાંશ, ભૌગોલિક ૨૦.૫૮ અક્ષાંશ- રેખાંશ ૭૦.૨૦
વસતી સ્ત્રી- પુરુષ-બાળકો, શહેરી-૧૮,૮૭,૬૫૪, ગ્રામ્ય - ૧૧,૪૭,૦૬૮
તાલુકા ૧૧
ગામો ૫૯૦ (૫૯૨ ગ્રામપંચાયતો)
મુખ્ય વ્યવસાય ખેતી
પુરક વ્યવસાય પશુપાલન
ખેતીપાકો કપાસ, મગફળી
મુખ્ય પાકો ઘઉં, બાજરો, ચણા, મગફળી, એરંડા
મુખ્ય ખનીજ સિલિકા સેન્ડ, સેન્ડ સ્ટોન, ફાયર કલે, વ્હાઇટ ચોક, સાદી રેતી
ઉદ્યોગો ૧૩૯ (સાડી, ઓઇલ એન્જિન, જીનિંગ, પ્રેસિંગ, ઓઇલ મિલો)
લઘુ ઉદ્યોગો ૨૨૯૬(લઘુ, નાના મધ્યમ ઉદ્યોગો-૨૮૯૩૧) મોટા ઉદ્યોગો-૬૦
જમીનનો પ્રકાર મધ્યમ કાળી, ઉપજાઉ - ૫૩૨૫૩૮ હેકટર
બીનઉપજાઉ ૨૦૫૩૫૧ હેકટર પડતર - ૩૧૧૦૦ હેકટર
ખેતી ઉત્પન્ન બજાર સમિતિ
આબોહવા સાત
સરેરાશ વરસાદ ૫૪૦-૬૦૦ મી.મી.
સિંચાઇ સેવાઓ ૩૨૪૮૬ કિ.મી. નહેર દ્વારા, પ૦ હેકટરથી વધુ પિયત ધરાવતા-૫૩ અને ૫૦ હેકટરથી ઓછી પિયત ધરાવતા-૧૨૧૦ તળાવો દ્વારા સિંચાઇની સુવિધા પૂરી પડાય છે.
વન સંપદા ૧૬૯૦૦ હેકટર
નદીઓ ૧૬
તળાવો ૧૨૧૦
સરોવરો ૩૨૬
ચેકડેમો ૮૪૭
કુવા ૮૪૩૦૭
જિલ્લાના રસ્તા ૪૪૪૭ કિ.મી.
રાષ્ટ્રીય ૨૨૧.૧૦ કિ.મી. સ્ટેટ : ૮૭૮.૫૦ કિ.મી., ગ્રામ્ય : ૩૩૪૭.૩૩ કિ.મી.
રેલવે રસ્તાઓ ૧૮૧,૪૭ કિ.મી.
રાજય પરિવહન સેવા ૪૬૦૧ કિ.મી. તમામ ગામોમાં
વિમાની પરિવહન સેવા ૧ રાજકોટ એરપોર્ટ
પોષ્ટ અને ટેલિફોન સેવા જિલ્લાના તમામ ગામોમાં
હોટલ/ગેસ્ટહાઉસ હોટલ ગેસ્ટ હાઉસ-૯૫, સરકારી ૧૫, ૩ સ્ટાર-૫, ૫ સ્ટાર-૧
દૂધ ઉત્પાદક મંડળીઓ ૪૩૮
મજૂર સહકારી મંડળીઓ ૧૩૭
ઔદ્યોગિક સહકારી મંડળીઓ ૩૩૫
બેંકિંગ સેવાઓ વાણિજય બેંકો-૨૭૭, સહકારી બેંકો-૧૨૬, ગ્રામિણ બેંકો-૧૨
માધ્યમિક શાળાઓ ૬૨૫ શૈક્ષણિક સંસ્થાઓઃ- પ્રાથમિક શાળાઓ-૮૮૪ (જિ.પં.)
કોલેજો કોલેજો
ગ્રંથાલયો ૧૯
યુનિવર્સિટી ૦૩ (સૌરાષ્ટ્ર યુનિ., આર.કે.ડીમ્ડ યુનિ., મારવાડી ડીમ્ડ યુનિ.)
પોલીસ સેવાઓ તમામ તાલુકા મથકે
જોવાલાયક સ્થળો કબા ગાંધીનો ડેલો, રામકૃષ્ણ આશ્રમ, રફાળેશ્વર, રતન૫૨, ૨ણછોડદાસ બાપુનો આશ્રમ, ઓસમનો ડુંગર, ખંભાલીડાની ગુફા, ડોલ મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, રેસકોર્ષ, લાખા ફુલાણીનો પાળીયો- આટકોટ, આલ્ફ્રેડ હાઇસ્કૂલ
ઐતિહાસિક ધાર્મિક સ્થળો સ્વામિનારાયણ મંદિર, ભુવનેશ્વરી મંદિર ગોંડલ, જલારામ મંદિર વિરપુર, ઘેલા સોમનાથ, ખ્વાજા સાહેબની દરગાહ- ધોરાજી
ગ્રંથાલયો – વાંચનાલયો કુલ ૪૦
પશુપાલન પ્રવૃતિ ગાય-૨૮૬૫૮૨, ભેંસ-૨૯૪૧૮૩, બકરી-૧૨૧૭૨૦, ધેંટા-૧૩૦૩૨૪, બળદ-૧૮૧૩૫૫, ઘોડા-૧૧૨૯, ઉંટ-૧૪૩, ગદર્ભ-૭૩૪
આરોગ્ય સેવાઓ પી.એચ.સી.-૪૯, સી.એચ.સી.-૧૩, પેટા આરોગ્ય કેન્દ્ર -૩૩૯, સિવિલ હૉસ્પિટલ-૧૯
ગુજરાત વિધાનસભાની બેઠકો ૦૮
લોકસભાની બેઠકો
જિલ્લા પંચાયતની બેઠકો ૩૬
તાલુકા પંચાયત ૧૧
સરકારી કચેરીઓ ૧૨૦
સરકારી કચેરીઓ ફોજદારી, સેશન્સ, એડીશનલ સેશન્સ, દિવાન, મોલ કોર્ડ, ડિવિઝન કોર્ટ, સિવિલ કોર્ટ, ફેમીલી કોર્ટ, લવાદ અને લેબર કોર્ટ મળી કુલ-૫૪
નગરપાલિકાઓ ૦૬
મહાનગરપાલિકા ૦૧ (રાજકોટ મહાનગર પાલિકા)
સાક્ષરતા દર ૭૨.૫૯%
જન્મ દર ૧૮.૦૧ (કાચો જન્મદર)
મૃત્યુ દર ૫.૦૨ (કાચો મૃત્યુદર)
સહકારી મંડળીઓ ૩૫૩
સેવાભાવી સંસ્થાઓ ૪૨
સામાજિક સંસ્થાઓ ૨૮
જીવદયા સંસ્થાઓ
બાલ અને આંગણવાડીઓ ૧૩૭૩
પાંજરાપોળ ગૌશાળાઓ ૧૮
ઘેટા ઉછેર કેન્દ્ર ૩૨
પશુ દવાખાના ૨૮, પ્રાથમિક સારવાર દવાખાના-૧૮
સખી અને મહિલા મંડળો ૧૧૯૯૮
દૈનિક અખબારો ૧૫
સાપ્તાહિક અખબારો ૩૪
મહાન સંતો વિભૂતિઓ સંત શ્રી જલારામ બાપા, શ્રી ધૂમકેતુ,શ્રી હેમુ ગઢવી, નવલ કથાના લેખક શ્રી ચુનીલાલ મડીયા, શ્રી હેબરભાઇ, શ્રી રણછોડદાસ બાપુ,
લોકમેળા અને ધાર્મિક તહેવારો જન્માષ્ટમી, નવરાત્રી, ગણેશોત્સવ, ધોરાજીનો ઉર્ષ, દિવાળી, મોહરમ

૧. દરબારગઢ, ધોરાજી :

            ધોરાજીનો દરબારગઢ ભૂતપૂર્વ ગોંડલ રાજવી ભા કુંભાજીએ બસ્સો વર્ષ પહેલા બંધાવ્યો હતો. દરબારગઢના પ્રવેશદ્વારમાં દાખલ થતાં બે મજલાવાળી બારી કોતરણીયુકત ઇમારત જોવા મળે છે. છતના છજ્જા પર સિંહ, હાથી વગેરેના શિલ્પો કંડારેલા છે. નીચેના મજલાના બંને ખુણે દંડધારી દ્વારપાળ મુકેલા છે. બે મજલાની બારી અને જરૂખા ઉપર વિવિધ ફુલ- વેલ અને ઝાલરની ભાત કંડારેલી છે. મજલાના નીચેના ભાગમાં ચોતરફ આકર્ષક કમલપતિની સજાવટ કરી છે. સ્થાપત્ય કળા અને શિલ્પકૃતિની દ્રષ્ટિએ ઇમારત ૧૮મી સદીના ઉતરાર્ધનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

૨. લાખા ફુલાણીનો પાળીયો, આટકોટ, તા.જસદણ :

            અણહીલવાડ પાટણના સોલંકી રાજા મૂળરાજ (ઇ.સ.૯૪૨-૯૯૭) સાથે કે કેરાકોટનો રાજા ફૂલ જયારે યુધ્ધમાં હતો ત્યારે લાખાનો જન્મ થયો હતો. તેના ચારિત્ર્યના કારણે તેના પિતાએ જાકારો આપતાં કચ્છનું નાનુ રણ પાર કરી તે કાઠિયાવાડમાં ઉતર્યો. થાનની બાજુમાં થોડો વખત તેણે મુકામ કર્યો ત્યાં તેણે લાખામાચી તરીકે ગામ વસાવ્યું. ત્યાં તે એકાદ બે વર્ષ રહયો અને ત્યાંથી જૂનાગઢમાં રા’પ્રહરીપુ સાથે ગાઢ મૈત્રી કેળવી રા’એ તેને આટકોટ વસાવવા આમંત્રણ આપ્યું. આટકોટ નામ ત્યાં આઠ અલગ અલગ વસાહતને એક કરી તેમાંથી બન્યું છે. લાખાએ ત્યાં પોતાનું થાણું રાખ્યું. આટકોટમાંરા'ગ્રહરીપુ અને મુળરાજ સોલંકીના યુધ્ધમાં રા'ને મદદ કરતા યુધ્ધમાં લાખા ફુલાણી મૃત્યુ પામ્યો. આ પાળિયો તેની સ્મૃતિમાં બનાવવામાં આવેલો છે.

૩. મીનળવાવ, વીરપુર, તા.ગોંડલ :

            વીરપુર ગામની વચ્ચે આવેલી આ વાવ પૂર્વાભિમુખ, સીધા પગથિયાં અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી વાવ છે. ૩૭,૪૦ મીટર લાંબી આ વાવ ૪.૯૫ મીટર પહોળાઇ ધરાવે છે. કુવાનો વ્યાસ ૫.૮૦ મીટર છે. આ વાવને નવ મંડપો છે. પ્રથમ મંડપ પાસે બંને બાજુની દીવાલમાં બે ગોખ છે, જેમાં પ્રતિમાઓ મૂકેલી છે. ગોખના સ્તંભો અને છજજુ અલંકૃત છે. જેમાં ચૈત્ય સુશોભન અને ફુલવેલની કોતરણી દ્રષ્ટિગોચર થાય છે. આ વાવમાં કેટલાક લાક્ષણિક શિલ્પો પણ દ્રષ્ટિગોચર થાય છે. જેમાં ભૈરવ, શેષશાયી વિષ્ણુ વગેરે ગણાવી શકાય.

            આ વાવ ઉત્તર દિશામાં આવેલી વઢવાણની માધાવાવ અને દક્ષિણમાં વંથલી નજીક આવેલી રા'ખેંગાર વાવની સાથે સામ્યતા ધરાવે છે. ગોખ ઉપરની જાલકભાત, છાજ અને હંસાવલીનું સુશોભન આ ત્રણેયમાં લગભગ સરખું જણાય છે. આ વાવ પ્રખ્યાત સોલંકી રાજા જયસિંહ સિધ્ધરાજની માતા મીનળદેવીએ બંધાવેલી હોવાનું માનવામાં આવતું હોઇ તેનું નામ ‘મીનળવાવ' પડેલું જણાય છે. સ્થાપત્ય બાંધકામની દ્રષ્ટિએ આ વાવ ૧૩મી શતાબ્દીના સમયની જણાય છે.

૪. ભાડલાની વાવ, જસદણ :

            આ વાવ ગેલમાતાની વાવ તરીકે ઓળખાય છે. અંગ્રેજી એલ આકારની આ વાવ ૨૨ મીટર લાંબી કાટખૂણેથી ૧૫ મીટર લાંબી છે. વધુમાં વધુ પહોળાઇ ૩.૨૫ મીટર છે. કુવાના થાળાનો વ્યાસ ૮ મીટર છે. આ વાવ ૧૩ મી સદીની હોવાનું જણાય છે. વાવમાં ચાર મજલા છે. વાવમાં ઉત્તરમાં બંધ ચોકી આવે છે. જેના ગોખમાં ગણપતિ તથા શિવ પાર્વતીની પ્રતિમાઓ મૂકેલી છે. વાવની બંને બાજુના અન્ય ગોખમાં વિષ્ણુ તથા ગણેશની પ્રતિમાઓ છે. વાવના કુવાની અંદરના ગોખમાં શેષસાઇ વિષ્ણુની પ્રતિમા અંકિત થયેલી છે.

૫. કાળુપીરની દરગાહનો શિલાલેખ, જસદણ :

            વિક્રમ સવંત ૧૨૯૨ (ઇ.સ.૧૨૩૬) આ લેખમાં ભાવનગરના ગોહેલ વંશના સ્થાપક સેજકજીએ બંધાવેલો સહિજગપુર (હાલના સેજકપુર) ના બાંધકામમાં શ્રી જયદેવસિંહ નામના રાજાએ માસિક છ ક્રમ (એક પ્રકારના સિકકાનો) ફાળો આપ્યો હતો. જયદેવસિંહ કદાચ જૂનાગઢના ચુડાસમા વંશનો રાજા હશે. આ લેખને કાળુપીરની દરગાહ સાથે સંબંધ નથી.

૬. જામટાવર, રાજકોટ :

            રજવાડા સમયમાં બાંધવામાં આવેલો અનન્ય સ્થાપત્યોમાં રાજકોટના જામટાવરને ગણાવી શકાય તેમ છે. આ ટાવરનું બાંધકામ નવાનગર સ્ટેટ દ્વારા જામ વિભાજીના સમય ઇ.સ.૧૮૮૭માં કરવામાં આવેલું હતું. રાજકોટ આ સમય દરમિયાન સૌરાષ્ટ્રની બ્રિટીશ એજન્સીનું મુખ્ય મથક હતું.

            સ્થાપત્યની દ્રષ્ટીએ આ ટાવર ફોલોનિયલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આ ટાવર બાંધવાની પ્રેરણા મુંબઇના પ્રસિધ્ધ રાનીબાઇ ટાવર ઉપરથી લેવામાં આવેલી છે. ટાવરની નીચેની જગતીનું માપ આશરે ચારે તરફથી ૫.૩૫ મીટર છે. ટાવરની ઊંચાઈ આશરે ૨૫ મીટર જેટલી છે. ટાવરના ટોચના ભાગે મીનારા જેવી રચના કરાયેલી છે. જેમાં લોખંડની જાળીનો ઉપયોગ કરાયેલો છે. ટાવરની છત સુધી પહોંચવા માટે અંદરના પગથિયાંની રચના કરેલી છે. આ ચોરસ તલમાન ધરાવતા ટાવરની ઉપરના ભાગે ચારે દિશામાં ઘડીયાલો આવેલી છે. જે હાલમાં બંધ હાલતમાં છે. ટાવરના બાંધકામમાં રેતીયો અને જગતિના ભાગે કાળમીંઢ પથ્થર વા૫૨વામાં આવેલો છે. ટાવરના પ્રવેશ દ્વારની ઉપર અંગ્રેજમાં ‘‘પ્રેસીડેન્ટ જામશ્રી રાવલ- પોલીટિકલ એજન્ટ ઇ.સ.૧૮૭૭’જેવું લખાણ છે.

૭. સુપેડીના મંદિરો, સુપેડી, તા.ધોરાજી :

            આ મંદિર સમૂહમાં મુખ્ય મંદિર મુરલી મનોહરનું છે. જેની બંને બાજુએ જાગનાથ મહાદેવ અને રામમંદિર આવેલાં છે. તદઉપરાંત રેવનાથ મહાદેવનું મંદિર પણ મહત્ત્વનું છે. આ કોતરણીયુકત મંદિરો મિશ્ર સ્થાપત્ય શૈલીના છે. જે પ્રાયઃ ૧૭મી સદીના ઉતરાર્ધના હોવાનું જણાય છે. મુરલી મનોહર મંદિરનું પ્રવેશ તેમજ આગળનો મંડપ દરબારી શૈલીના છે. મંદિરોના શિખર તેમજ મંડોવર પર ચામુંડા, લક્ષ્મી, દ્વારપાલના શિલ્પો કંડારેલા છે. જે કલાની દ્રષ્ટિએ નિમ્ન સ્તરના છે. મંદિરની બાંધણી અને નાગર શૈલીના શિખરો આકર્ષક છે.

૮. સાંકળેશ્વર મહાદેવ, જુની સાંકળી :

            જેતપુર તાલુકાના જુની સાંકળી ગામે ઊંચી પીઠ પર આશરે ૧૩મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં ગર્ભ ગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગમાં છે. ગર્ભગૃહની બહારની દીવાલો પર આછુ અલંકરણ છે. આ મંદિર શિલ્પ સ્થાપત્યથી અલંકૃત છે. ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી હે છે.

૯. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ :

            રાજકોટ તાલુકાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આ બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ શૈલ ગુફાઓ પાંચ ઝુમખાઓમાં છે. પ્રવેશદ્વારમાં શિલ્પાંકન કરેલું છે તેવું ગુજરાતની અન્ય કોઇ ગુફાઓમાં જોવા મળતું નથી. આ ગુફાઓ ક્ષત્રપકાલિન છે.

૧૦. રોજડી- શ્રીનાથગઢ :

            ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે હરપ્પીય વસાહતોનો રોજડીનો ટીંબો આવેલો છે, બે ભાગમાં વહેંચાયેલા આ ટીંબાની વસાહતની કુલ લંબાઇ ૨૫૦ મીટર અને પહોળાઇ ૧૫૦ મીટર છે. તેનું સમયાંકન ઇ.સ. પૂર્વે ૨૬૦૦ નકકી કરવામાં આવ્યું છે. હરપ્પીય સંસ્કૃતિના અવશેષો આજે પણ જોવા મળે છે.

૧૧. ઘેલા સોમનાથ :

            સોમ પીપળીયા ગામે આ મંદિર આવેલું છે. ઘેલા નદીના કાંઠે બિરાજતા શ્રી ઘેલા સોમનાથનું શિવલીંગ મુળ શ્રી સોમનાથ મહાદેવ પ્રભાસ- પાટણનું છે. અહિં પર્વત ૫૨ મીનળદેવીની દેરી છે. શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો વિશેષ પ્રવાહ જોવા મળે છે. જસદણ તાલુકામાં આવેલું ઘેલા સોમનાથના આ પ્રસિધ્ધ શિવમંદિરનું તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુનઃનિર્માણ કરાયું છે.

૧૨. અષ્ટમુખી મહાદેવ મંદિર :

            જસદણ તાલુકાના વિરનગર નજીક કુદરતી અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલું ગુજરાતનું એક અને અનન્ય અષ્ટમુખી મહાદેવ મંદિર જે યાત્રાળુઓનું આસ્થાનું પ્રતિક સમુ છે. તે ૧૫૦ વર્ષ પુરાણું છે.

૧૩. ઇશ્વરિયા મંદિર- રાજકોટ :

            રાજકોટ- જામનગર ધોરી માર્ગ પર માધાપર ગામ પાસે ઇશ્વરિયા મહાદેવનું મંદિર આવેલું છે. જે પ્રકૃતિ અને ધર્મનું અનેરા સંગમ સમુ સ્થાન છે. શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે.

૧૪. ભુવનેશ્વરી મંદિર- ગોંડલ :

            ગોંડલ ખાતે આવેલું ભુવનેશ્વરી શક્તિનું આ મંદિર પ્રધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ શક્તિપીઠમાં આયુર્વેદિક ઔષધાલય ચલાવવામાં આવે છે અને ગરીબોને વિના મૂલ્યે સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવે છે.નવરાત્રિના ધાર્મિક મહોત્સવમાં દેશ- વિદેશના ભાવિકો દર્શનાર્થે અહીં આવે છે અને માતાજીના દર્શન તથા પૂજન અર્ચન કરી કૃતાર્થ થાય છે.

૧૫. અક્ષર પુરુષોત્તમ મંદિર- ગોંડલ:

            ગોંડલમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર (અક્ષરધામ) ખાતે દેશ- વિદેશથી ભાવિકો આ મંદિરના દર્શનાર્થે ઉમટી પડે છે. વિક્રમ સવંત ૧૯૯૦માં આ મંદિરની સ્થાપના થઇ હતી. મંદિરના મધ્યખંડમાં ભગવાન સ્વામિનારાયણજી અને પૂ. ગુણાતીતાનંદ સ્વામીના ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં આવેલી અક્ષર દેરી પણ શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શરદપૂનમથી દિવાળીના દિવસો દરમિયાન ભગવાન સ્વામિનારાયણના દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે વૈશાખ સુદ બારસના રોજ બ્રહ્મ સ્વરૂપ પૂ. યોગીજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે પણ આસ્થાળુઓ ઉમટી પડે છે.

૧૬. જલારામ મંદિર- વિરપુર : 

            ભકતશ્રી જલારામ બાપાના આ જન્મ સ્થળે દેશ વિદેશથી શ્રધ્ધાળુઓ આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઇપણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી અને અહીં બારેમાસ ભાવિકો તેમજ સાધુ સંતો માટે ભોજનાલય ધમધમતું રહે છે. ગામમાં મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસ તથા ધર્મશાળાઓ આવેલી છે. 

૧૭. સ્વામિનારાયણ મંદિર- રાજકોટ :

            શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર રાજકોટના કાલાવડહ્ રોડ પર આવેલું છે. આ મંદિર કલાત્મક સ્થાપત્ય સભર છે. પૂ. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજી મહારાજની પ્રેરણાથી ધર્મ આધ્યાત્મ ઉપરાંત વ્યસનમુકિત, શૈક્ષણિક ઉત્કર્ષ તેમજ માનવ સેવાની ઉમદા પ્રવૃતિઓ સંસ્થા દ્વારા ચલાવાય છે.

૧૮. ભીડભંજન મહાદેવ મંદિર- ચાંપરાજપુર :

            જેતપુર નજીક આવેલું આ શિવ મંદિર નૈસર્ગિક વાતાવરણ તેમજ ધર્મભાવનાઓથી અને તેના ઇતિહાસથી જાણીતું છે. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. અહીં ઉતારાની સગવડ છે.

૧૯. ઓસમ ડુંગર- પાટણવાવ :

            રાજકોટ જિલ્લાના ધોરાજી પાટણવાવ ગામે ઓસમ ડુંગર ઉપર માત્રી માતાનું મંદિર છે. આ ડુંગર ઉપર અન્ય શિવ મંદિર આવેલા છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ રાજવીકાળના પાવનધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવાઇ રહયું છે. ચોમાસામાં વરસાદ થયા પછી આ ડુંગર લીલી વનરાજીથી ખીલી ઉઠે છે.

૨૦. ખ્વાજા સાહેબની દરગાહ- ધોરાજી : 

            રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે દર વર્ષે ખ્વાજા મોહમુદીન સૈરાનજા બાદશાહનો મુસ્લીમ હઝરતની યાદમાં ભરાતા મેળામાં મુસ્લીમ, હિન્દુ ભાઇ- બહેનો ભાગ લે છે. અંદાજે ૨૫૦ વર્ષ પહેલા સિંધ બાજુથી ખ્વાજા સાહેબ ધર્મના પ્રચાર અર્થે આવ્યા હતાં.

૨૧. ટપકેશ્વર મહાદેવ મંદિર- વડેખણ :

            ઉપલેટાથી થોડા અંતરે વડેખણ ગામે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે. લોકવાયકા છે કે આ મંદિર પાંડવોના સમયનું છે. આ સ્થળે પાંડવો ગુપ્તવાસમાં રહેતા હતાં. અત્રેનું શિવલીંગ સ્વયંભુ છે. આ ડુંગર દરિયાની સપાટીથી આશરે ૨૦૦ ફુટની ઊંચાઇ ૫૨ છે.

૨૨. મામાપીરની દ્વારિકા- વચલી ઘોડી :

            પડધરી પાસેના વચલી ઘોડી ગામે આવેલી મામાપીરની જગ્યા ખૂબજ રળિયામણી, ધર્મભાવનાઓથી અને તેના જુના ઇતિહાસથી જાણીતી છે. ગુરુવારના રોજ અહીંયાં મેળો ભરાય છે. મેળામાં આવતા સહેલાણીઓને જમવાની સુવિધા આપવામાં આવે છે.

૨૩. કબા ગાંધીનો ડેલો- રાજકોટ :

            રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીનું રાજકોટ ખાતેનું નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે. પૂ. ગાંધીજીએ તેમની કિશોર અવસ્થા દરમિયાન અહીં નિવાસ કર્યો હતો. રાજકોટના પરાબજાર (કડીયા નવલાઇન) ખાતે ગાંધીજીનું આ નિવાસ સ્થાન જોવા ગાંધી પ્રેમીઓ આવે છે. આ ભવન ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે.

૨૪. જયુબેલી ગાર્ડન- રાજકોટ :

            રાજકોટના જયુબેલી ગાર્ડનમાં રાજવી કાળમાં બંધાયેલ કલાત્મક બેન્ડ સ્ટેન્ડ, આસપાસમાં હરિયાળા વૃક્ષો આ સ્થળની સામે વોટ્સન મ્યુઝિયમની ઇમારત વૈભવી વિરાસતની તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે.

૨૫. રામકૃષ્ણ આશ્રમ- રાજકોટ :

            રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ પરમ હંસ મિશન દ્વારા સુંદર મંદિરનું નિર્માણ કરાયું છે. આશ્રમ દ્વારા સેવાકિય અને સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

૨૬. રાજકુમાર કોલેજ- રાજકોટ :

            રાજકોટ શહેરની મધ્યમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન રાજકુમારોને શિક્ષણ આપવા માટે આ સંસ્થા રજવાડાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અત્યારે પણ ભવ્ય ભુતકાળની ગવાહી દેતી આ ઇમારત અડીખમ ઊભી છે. આ કોલેજમાં ભાવસિંહજી હોલ સહિતની ભવ્ય ઇમારત ધ્યાનાકર્ષક છે.

૨૭. વોટ્સન મ્યુઝિયમ- રાજકોટ :

            રાજકોટના જ્યુબેલી ગાર્ડનમાં આવેલું વોટ્સન મ્યુઝિયમ ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂનુ છે. મ્યુઝિયમમાં દરબાર હોલ, શિલ્પ સ્થાપત્ય તેમજ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજવી કાળના સંભારણારૂપ દરબાર હોલ તેમજ સફેદ આરસમાં કંડારાયેલી રાણી વિકટોરીયાની પૂરા કદની પ્રતિમા દર્શનીય છે.

૨૮. બાલભવન રાજકોટ :

            રાજકોટના રેસકોર્ષ પટાંગણમાં બાલભવનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં બાળકોની ખેલકુદ પ્રતિભા ઊંચી આવે તેવી પ્રવૃત્તિઓ થઇ હ છે.

૨૯. રાષ્ટ્રીય શાળા- રાજકોટ :

            રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના શાસન કાળ દરમિયાન રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે ઉપવાસ કર્યા હતાં. ખાદી અને ગ્રામોદ્યોગ તેમજ રચનાત્મક પ્રવૃતિઓનું આ કેન્દ્ર છે. ઇ.સ. ૧૯૨૫માં મહાત્મા ગાંધી રાજકોટ આવ્યા હતા અને રાષ્ટ્રીય શાળામાં પ્રવૃતિઓનો આરંભ થયો હતો.

૩૦. મહાત્મા ગાંધી સ્કૂલ- રાજકોટ :

            રાજકોટની તત્કાલીન આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં પૂ. મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો. આ શાળા હાલમા પૂ. મહાત્મા ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે. આ શાળાની ઇમારત અંગ્રેજ શાસનના સમયની છે.

૩૧. આજીડેમ- રાજકોટ :

            રળિયામણા રાજકોટનો આજીડેમ હરવા ફરવા માટેના સ્થળ તરીકે લોકપ્રિય છે. અર્વાચીન નિર્માણ કાર્યની તેમાંથી ઝાંખી મળે છે. રજાના દિવસોમાં અહીં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

૩૨. ન્યારી ડેમ- રાજકોટ :

            રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ન્યારી-૧ ડેમ સહેલાણીઓનું આકર્ષારૂપ સ્થળ છે. વરસાદી મોસમમાં અહીં પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડે છે.

૩૩. રેસકોર્ષ- રાજકોટ :

            રાજકોટના મધ્યમાં આવેલા બાગબગીચા સભર રળીયામણા રેસકોર્ષની ઝલક સમગ્ર રાજકોટ વાસીઓનું મનગમતું સ્થળ છે. રાજકોટ અને રાજકોટવાસીઓની તાસીરનું તે પ્રતિબિંબ છે.

૩૪. પ્રધુમ્ન પાર્ક- રાજકોટ :

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોળે નિર્મિત પ્રદ્યુમ્ન સંગ્રહાલય તેમજ બાગ બગીચાની રોનક જોવા મળે છે. રાજકોટ શહેર બહાર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર માર્કેટિંગ પાર્કમાં પ્રાણી યાર્ડ પાસે આ પ્રદ્યુમ્ન પાર્ક આવેલો છે.

૩૫. ઇશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન- રાજકોટ :

            રાજકોટના જામનગર રોડ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇશ્વરિયા વેલ ગાર્ડનનું નિર્માણ કરાયું છે. જે પર્યટન પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રશ્ચિય તળાવ, બગીચા અને મનોરંજનના સાધનો છે. આ વિહારધામમાં ફરવા લોકો ઉમટી પડે છે.


Post a Comment

Previous Post Next Post